પ્રસ્તાવના
સ્વરૂપે દીસે સાવદ્ય. અનુબંધે પૂજા નિરબંધ અમૃતના ઘૂંટડા
અમૃતના પિપાસુ રાજહંસોને અમૃતની પ્રાપ્તિ માટે ભક્તિમાર્ગ જેવો સરલ
ને સહજસાઘ્ય માર્ગ બીજો કોઈ નથી; એમાંય ગીત, નૃત્ય ને સંગીત ભર્યું પૂજા
જેવું પ્રબલ છતાં સુકર ને સુખસાધ્ય અન્ય સાધન જવલ્લે જ જડે એવું છે.
આ ચંચળ યુગમાં નિવૃત્તિના મહાસાગરમાં તરવું સહજ નથી. ઘોંઘાટિયા
જમાનામાં ધ્યાન ઘારણાના ડુંગરા ચડવા દોહ્યલા બન્યા છે. ક્રિયા અને તપ
એકમાર્ગી બન્યા છે. આજના માનવીને ગળથૂથીમાં જ કીર્તિ ને કાંચનની ભૂખ
મળી છે, અને જ્યારે વિષયને વેગળા કરવા એ ખાંડાની ધાર પર ચાલવા જેવું
જેવો બની રહે છે.