धन – धन मुनिवरा…

 

 

धन – धन ते मुनिवरा रे, जे जिनआणा पाळे,
राग – द्वेषने दूर करीने, आतम शुद्धि साधे…
धन – धन मुनिवरा… धन – धन मुनिवरा…

 

देहनी सुखशीलताना योगे, भटक्यो भव अनंता
कट्टर शत्रु मानी देहने, कष्ट बहु जे देता,
धन – धन मुनिवरा… (१)

 

कांटा के पथराथी पगमां लोहीनी धारा वहेता,
मुक्ती वधुना कंकु पगला, मानी बहु हरखाता,
धन – धन मुनिवरा… (२)

 

कोई जीवने दुःख न देवं, ए निश्चय मनधारे,
मन थी पण पर दुःख प्रवृत्ति, स्वप्ने पण ना करता,
धन – धन मुनिवरा… (३)

 

वैयावच्चथी स्वाध्याय आदीक, शक्तिपाचन करता,
एज मुनि, जीनशासननी, साची सेवा करता,
धन – धन मुनिवरा… (४)

 

आतम धनना चोर लुटारूं, स्नेही स्वजन ने जाणी
सर्व जीव पर स्नेह धरंती, वृत्ति मुनिनी वखाणी,
धन – धन मुनिवरा… (५)

(रचना : पू . मुनि श्री गुणहंस वि. म. सा.)
(श्री भुवनभानुसूरिजी समुदाय)

 

 

ધન – ધન તે મુનિવરા રે, જે જિનઆણા પાળે,
રાગ – દ્વેષને દૂર કરીને, આતમ શુદ્ધિ સાધે…
ધન – ધન મુનિવરા… ધન – ધન મુનિવરા…

 

દેહની સુખશીલતાના યોગે, ભટક્યો ભવ અનંતા
કટ્ટર શત્રુ માની દેહને, કષ્ટ બહુ જે દેતા,
ધન – ધન મુનિવરા… (૧)

 

કાંટા કે પથરાથી પગમાં લોહીની ધારા વહેતા,
મુક્તી વધુના કંકુ પગલા, માની બહુ હરખાતા,
ધન – ધન મુનિવરા… (૨)

 

કોઈ જીવને દુઃખ ન દેવં, એ નિશ્ચય મનધારે,
મન થી પણ પર દુઃખ પ્રવૃત્તિ, સ્વપ્ને પણ ના કરતા,
ધન – ધન મુનિવરા… (૩)

 

વૈયાવચ્ચથી સ્વાધ્યાય આદીક, શક્તિપાચન કરતા,
એજ મુનિ, જીનશાસનની, સાચી સેવા કરતા,
ધન – ધન મુનિવરા… (૪)

 

આતમ ધનના ચોર લુટારૂં, સ્નેહી સ્વજન ને જાણી
સર્વ જીવ પર સ્નેહ ધરંતી, વૃત્તિ મુનિની વખાણી,
ધન – ધન મુનિવરા… (૫)

 

(રચના : પૂ . મુનિ શ્રી ગુણહંસ વિ. મ. સા.)
(શ્રી ભુવનભાનુસૂરિજી સમુદાય)