Poonam Ni Chhe Raat | Mahesh Maru
પૂનમ છે રાત દાદા દર્શન દેવા આવો રે(૨)
મુખલડું બતાવો રે વિન હું જોડે હાથ
વિન હું જોડી હાથ પ્યારા પશ્વ મળવા આવો રે
વિન હું જોડી હાથ….
મૂર્તિ મોહન ધારી મુરત પર જાઉં આરી
કરે સુર નર સેવા તમારી(૨)
હો તેવીસ માં જીનરાયા માં દેવી ના જાયા પ્રભુ પારસ મંગળ હારી
ત્રણે ભુવન ના નાથ…
ત્રણે ભુવન ના નાથ હવે જાજુ ના તરસાવો રે(૨)
મુખલડું બતાવો રે ત્રણે ભુવન ના નાથ પૂનમ છે રાત
પૂનમ છે રાત દાદા દર્શન દેવા આવો રે
પૂનમ ની છે રાત…
દિનાં નાથ દયાળુ શંખેશ્વર પરમ કૃપાળુ
બળતો નાગ ઉગાર્યો (૨)
કરુણા ના નીધા દિલ માં ક્ષમા ની ખાણ
કર મઠયો દિન તારો
સકલ જગત ના તાર
સકલ જગત ના તાર તરસ નૈનો ની બુજાવો રે (૨)
સકલ જગત ના તાર…
મુખલડું બતાવો રે
પૂનમ છે રાત….
પૂનમ છે રાત દાદા દર્શન દેવા આવો રે(૨)
લોહ ને કંચન કરતા પત્થર ને પારસ કરતા
એવી અદ્ભૂત માયા તમારી (૨)
હું તો પામર પ્રાણી અબુધ ને અજ્ઞાની
પ્રભુ અરજી સુણજો મારી
સુણજો મન ની વાત…
સુણજો મન ની વાત દાદા દલડું ના દુભાવો રે
સુણજો મન ની વાત…
સુણજો મન ની વાત દાદા દલડું ના દુભાવો રે
દાદા મુખલડું બતાવો રે
પૂનમ છે રાત…
પૂનમ છે રાત દાદા દર્શન દેવા આવો રે(૨)
શંખેશ્વર ની ધરતી ભક્તો ના મનડા હરતી
જે આવે ધામ તમારે (૨)
સ્મરણ તમારું કરતા પ્રભુ ભાવ ધરી ને ભજતા
પુરનુપમ શ્રાતા પામે
શંખેશ્વર ના નાથ..
શંખેશ્વર ના નાથ જ્યોતી જ્ઞાન ની જલાવો રે (૨)
મુખલડું બતાવો રે
પૂનમ છે રાત…
પૂનમ છે રાત દાદા દર્શન આવો રે (૨)
મુખલડું બતાવો રે
પૂનમ છે રાત…
પૂનમ છે રાત દાદા દર્શન આવો રે (૨)