वीर प्रभुजी पधारो (हिंदी & गुजराती)

(रचयिता: प.पू. विनयविजय महाराज साहेब)

 

वीर प्रभुजी पधारो राज, वीर प्रभुजी पधारो,
विनंती मुज अवधरो राज, वीर प्रभु – ए आंकणी…

चंदनबाळा अति सुकुमाळा, बोले ववण रसाळा,
हाथने पगमां जडी दिया ताळा सांभळा दिनदयाळा.
राज…

कठिन छे मुज कर्म कहाणी, सुणो प्रभु मुज वाणी,
राजकुमारी हुं चौटे वेचाणी, दुःखतणी नथी खामी.
राज…

तातज मारो बंधन पडीयो, माता मरण ज पामी,
मस्तकनी वेणी कतराणी, भोगवी मे दुःखखाणी.
राज…

मोंघी हती हुं राजकुटुंबमा, आज छुं त्रण उपवसी,
सुपडाना खणे अदडना बाकुळा, शुं कहुं दुःखनी राशि.
राज…

श्रावण भादरवा मासनी पेरे, वरसे आंसुनी धारा,
गद्द गद्द कंठे चंदनबाळा, बोले वचन करुनाळा.
राज…

दुःख ए सघळुं भूलायुं पूर्वनुं, आपना दर्शन थातां,
दुःख ए सघळुं हैये ज आवे, प्रभु तुज पाछा जाता.
राज…

चंदन बाळानी अरीजी सुणीने, नीर नयनमां निहाळे,
बाकुळा लई वीर प्रभु पधारे, दया करी दिन दयाळे.
राज…

सोवन करी त्यां थई वृष्टि, साडी बार कोडी सारी,
पंच दिव्य तत्काळ प्रगटयां, बंधन सर्व विदारी.
राज…

संयम लई काज सुधारे, चंदनबाळा कुमारी,
वीर प्रभुनी साहुणी पहेली, पंच महाव्रत धारी.
राज…

कर्म खापवी मुक्ति सीधाव्या, धन्य सति शिरदारी,
“विनयविजय” कहे भाव धरीने, वंदु हुं वारंवारी.
राज…

 

(રચયિતા: પ.પૂ. વિનયવિજય મહારાજ સાહેબ)

 

 

વીર પ્રભુજી પધારો રાજ, વીર પ્રભુજી પધારો,
વિનંતી મુજ અવધરો રાજ, વીર પ્રભુ – એ આંકણી…

ચંદનબાળા અતિ સુકુમાળા, બોલે વવણ રસાળા,
હાથને પગમાં જડી દિયા તાળા સાંભળા દિનદયાળા.
રાજ…

કઠિન છે મુજ કર્મ કહાણી, સુણો પ્રભુ મુજ વાણી,
રાજકુમારી હું ચૌટે વેચાણી, દુઃખતણી નથી ખામી.
રાજ…

તાતજ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી,
મસ્તકની વેણી કતરાણી, ભોગવી મે દુઃખખાણી.
રાજ…

મોંઘી હતી હું રાજકુટુંબમા, આજ છું ત્રણ ઉપવસી,
સુપડાના ખણે અદડના બાકુળા, શું કહું દુઃખની રાશિ.
રાજ…

શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુની ધારા,
ગદ્દ ગદ્દ કંઠે ચંદનબાળા, બોલે વચન કરુનાળા.
રાજ…

દુઃખ એ સઘળું ભૂલાયું પૂર્વનું, આપના દર્શન થાતાં,
દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુજ પાછા જાતા.
રાજ…

ચંદન બાળાની અરીજી સુણીને, નીર નયનમાં નિહાળે,
બાકુળા લઈ વીર પ્રભુ પધારે, દયા કરી દિન દયાળે.
રાજ…

સોવન કરી ત્યાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોડી સારી,
પંચ દિવ્ય તત્કાળ પ્રગટયાં, બંધન સર્વ વિદારી.
રાજ…

સંયમ લઈ કાજ સુધારે, ચંદનબાળા કુમારી,
વીર પ્રભુની સાહુણી પહેલી, પંચ મહાવ્રત ધારી.
રાજ…

કર્મ ખાપવી મુક્તિ સીધાવ્યા, ધન્ય સતિ શિરદારી,
“વિનયવિજય” કહે ભાવ ધરીને, વંદુ હું વારંવારી.
રાજ…