मुमुक्षु बनवुं मारे, प्रभु पंथे चालवा
हो जी रे.. मुमुक्षु बनवुं मारे, प्रभु पंथे चालवा
मुमुक्षु बनवुं मारे, प्रभु पंथे चालवा
हो जी रे.. मुमुक्षु बनवुं मारे, प्रभु पंथे चालवा
बनवा अणगार करवा भव पार
बनवा अणगार करवा भव पार
(रचना : मुनिश्री जिनागमरत्न विजय)
हुं जागतो ने मांगतो, दीक्षा प्रभु मने आपजो,
खोटा पथे दोड्यो घणो, संयम पंथे मने स्थापजो,
करुं प्रभु हुं विनंती, संसार बंधन कापजो,
मांगु प्रभु दीक्षा हवे, मने हाथ जाली चलावजो…
कोने खबर क्यारे जीवन, आ चालतु अटकी जशे,
फ२-फर फरकती आंखडी, पलवारमां अटकी जशे,
मृत्यु बने उत्सव समु, जीवन एवुं बनावजो,
मांगु प्रभु…
जो तो प्रभु हुं श्रमणने, ने भाव त्यारे आवता,
निर्दोष राहे चालता, ते कर्मो सघळा बाळता,
एवो अनुपम वेष प्रभुजी, क्यारे मुजने आपशो,
मांगु प्रभु…
प्रभु आप पासे आवतो ने, आंखे अश्रु वहावतो,
दीक्षा मने जल्दी मळे, एना अभिग्रह धारतो,
संसारमां भटक्यो घणुं, आप मुजने उगारजो,
मांगु प्रभु…
पथ्थर मुकी दीवाल चणी, क्षणवारमां तुटी पडी,
मुज भावनाना स्तोत्रमां, चणजो प्रबु ना आ कडी,
वैराग्यमां झूमतो रहुं, ए भाव मुजने आपजो,
मांगु प्रभु…
जयन्त आशीष आपजो, संसारथी मने वारजो,
चारित्र गुणना उपवने, श्रुतज्ञानमां डुबाडजो,
जीनागमने स्पर्शवानी, शक्ति प्रभु मने आपजो,
मांगु प्रभु
(રચના : મુનિશ્રી જિનાગમરત્ન વિજય)
હું જાગતો ને માંગતો, દીક્ષા પ્રભુ મને આપજો,
ખોટા પથે દોડ્યો ઘણો, સંયમ પંથે મને સ્થાપજો,
કરું પ્રભુ હું વિનંતી, સંસાર બંધન કાપજો,
માંગુ પ્રભુ દીક્ષા હવે, મને હાથ જાલી ચલાવજો…
કોને ખબર ક્યારે જીવન, આ ચાલતુ અટકી જશે,
ફ૨-ફર ફરકતી આંખડી, પલવારમાં અટકી જશે,
મૃત્યુ બને ઉત્સવ સમુ, જીવન એવું બનાવજો,
માંગુ પ્રભુ…
જો તો પ્રભુ હું શ્રમણને, ને ભાવ ત્યારે આવતા,
નિર્દોષ રાહે ચાલતા, તે કર્મો સઘળા બાળતા,
એવો અનુપમ વેષ પ્રભુજી, ક્યારે મુજને આપશો,
માંગુ પ્રભુ…
પ્રભુ આપ પાસે આવતો ને, આંખે અશ્રુ વહાવતો,
દીક્ષા મને જલ્દી મળે, એના અભિગ્રહ ધારતો,
સંસારમાં ભટક્યો ઘણું, આપ મુજને ઉગારજો,
માંગુ પ્રભુ…
પથ્થર મુકી દીવાલ ચણી, ક્ષણવારમાં તુટી પડી,
મુજ ભાવનાના સ્તોત્રમાં, ચણજો પ્રબુ ના આ કડી,
વૈરાગ્યમાં ઝૂમતો રહું, એ ભાવ મુજને આપજો,
માંગુ પ્રભુ…
જયન્ત આશીષ આપજો, સંસારથી મને વારજો,
ચારિત્ર ગુણના ઉપવને, શ્રુતજ્ઞાનમાં ડુબાડજો,
જીનાગમને સ્પર્શવાની, શક્તિ પ્રભુ મને આપજો,
માંગુ પ્રભુ…
(राग: मौला मेरे लेले मेरी जान)
(रचना: सागर शाह)
गुरु चरणमां मस्तक मारूं,
गुरु समर्पण जीवन मार,
गुरु शरण आतम आधार,
संयम पंथे विहार, संयम पंथे विहार…
पंच महाव्रत धारूं, पगपाळा चालु,
गुरु वचन तहत्ती, आणां शिर पर धारूं,
मुक्यो हाथ, गुरए मारा शिरे,
छूटे साथ, हवे ना लगीरे,
गुरु चरणमां मस्तक मारूं…
संयममां सुखछाया, राखुं न कायानी माया,
जयणा छे हितकारी, समजावे गुरुराया,
देखाड्यो छे दीवो जे, माता-पिताए,
चालवुं छे जीवन आखुं, एना अजवाळे,
गुरु चरणमां मस्तक मारूं…
(રાગ: મૌલા મેરે લેલે મેરી જાન)
(રચના: સાગર શાહ)
ગુરુ ચરણમાં મસ્તક મારૂં,
ગુરુ સમર્પણ જીવન માર,
ગુરુ શરણ આતમ આધાર,
સંયમ પંથે વિહાર, સંયમ પંથે વિહાર…
પંચ મહાવ્રત ધારૂં, પગપાળા ચાલુ,
ગુરુ વચન તહત્તી, આણાં શિર પર ધારૂં,
મુક્યો હાથ, ગુરએ મારા શિરે,
છૂટે સાથ, હવે ના લગીરે,
ગુરુ ચરણમાં મસ્તક મારૂં…
સંયમમાં સુખછાયા, રાખું ન કાયાની માયા,
જયણા છે હિતકારી, સમજાવે ગુરુરાયા,
દેખાડ્યો છે દીવો જે, માતા-પિતાએ,
ચાલવું છે જીવન આખું, એના અજવાળે,
ગુરુ ચરણમાં મસ્તક મારૂં…
धन – धन ते मुनिवरा रे, जे जिनआणा पाळे,
राग – द्वेषने दूर करीने, आतम शुद्धि साधे…
धन – धन मुनिवरा… धन – धन मुनिवरा…