हो जो जय जयकार

जिनशासनमां जन्म धरी,
सार्थक कीधो अवतार,
हो जो जय जयकार
दिव्यात्मा तव हो जो जय जयकार
हो जो जय…

रिद्धी सिद्धि सुख समृद्धि,
खोट जीवनमां नहोती (२ वार),
मिथ्या मोह त्यजी मुक्तिनी,
नवली केडी गोती (२ वार)
लाग्युं जगत असार,
दिव्यात्मा तव हो जो जय जयकार…

पूर्व जनमना पुण्य प्रभावे,
करी साधना भारी (२ वार),
पितृ-भात्रुना नाम दीपाव्या,
मानी कुख उजाळी (२ वार)
तरी गया संसार,
दिव्यात्मा तव हो जो जय जयकार…

तनमां मनमां रोम रोममां,
स्मरण प्रभुनुं व्याप्युं (२ वार),
चंचळ चित्तने प्रभुमयतामां,
स्थिर करीने स्थाप्युं (२ वार)
कर्यो अडग निर्धार,
दिव्यात्मा तव हो जो जय जयकार…

 

હો જો જય જયકાર

 

 

જિનશાસનમાં જન્મ ધરી,
સાર્થક કીધો અવતાર,
હો જો જય જયકાર
દિવ્યાત્મા તવ હો જો જય જયકાર
હો જો જય…

રિદ્ધી સિદ્ધિ સુખ સમૃદ્ધિ,
ખોટ જીવનમાં નહોતી (૨ વાર),
મિથ્યા મોહ ત્યજી મુક્તિની,
નવલી કેડી ગોતી (૨ વાર)
લાગ્યું જગત અસાર,
દિવ્યાત્મા તવ હો જો જય જયકાર…

પૂર્વ જનમના પુણ્ય પ્રભાવે,
કરી સાધના ભારી (૨ વાર),
પિતૃ-ભાત્રુના નામ દીપાવ્યા,
માની કુખ ઉજાળી (૨ વાર)
તરી ગયા સંસાર,
દિવ્યાત્મા તવ હો જો જય જયકાર…

તનમાં મનમાં રોમ રોમમાં,
સ્મરણ પ્રભુનું વ્યાપ્યું (૨ વાર),
ચંચળ ચિત્તને પ્રભુમયતામાં,
સ્થિર કરીને સ્થાપ્યું (૨ વાર)
કર્યો અડગ નિર્ધાર,
દિવ્યાત્મા તવ હો જો જય જયકાર…