रचना: पुण्यसम्राट जयन्तसेनसूरिजी म.सा. ना शिष्यरत्न पू. जिनागमरत्न वि. म. सा.

 

(राग: धूणी रे धखावी…)

 

मुमुक्षु बनवुं मारे, प्रभु पंथे चालवा
हो जी रे.. मुमुक्षु बनवुं मारे, प्रभु पंथे चालवा
हो.. प्रभु पंथे चालवा, गुरु आणा माणवा
मुमुक्षु बनवुं…

लाखो भव चूकवी आव्यो,
पुण्ये गुरु निश्रा पायो
दीर्घ यात्रा लख चोराशी,
पूर्ण करवा हुं अहीं आव्यो

आत्मा ने ओळखी मारे (2 वार)
थावुं निराकार रे.. मुमुक्षु बनवुं..

गुरु मारा माता पिता,
घर नी याद केम सतावे
गुरु तो छे मारु सत्व,
पुद्दगलनी प्रित तोडावे

नबळो पडुं हुं जयारे… (2 वार)
समरुं गुरु नाम रे.. मुमुक्षु बनवुं..

प्रतिदिन वहेली परोढे,
साधना गुरु थी याचुं
कल्याणकारी साधना ते,
होंशे होंशे हुं आराधुं

माषतुष मुनि जेवो… (2 वार)
थावुं आणा प्रेमी रे.. मुमुक्षु बनवुं..

जयन्तकृपा एवी फळे,
राजनगरे दीक्षा मळे
प्रभु गुरु रूपे मळे,
मोक्षमां मुज आतम भळे

जिनागम पान करीने… (2 वार)
करवो आत्मोद्धार रे.. मुमुक्षु बनवुं..

 

રચના: પુણ્યસમ્રાટ જયન્તસેનસૂરિજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. જિનાગમરત્ન વિ. મ. સા.

 

(રાગ: ધૂણી રે ધખાવી…)

 

મુમુક્ષુ બનવું મારે, પ્રભુ પંથે ચાલવા
હો જી રે.. મુમુક્ષુ બનવું મારે, પ્રભુ પંથે ચાલવા
હો.. પ્રભુ પંથે ચાલવા, ગુરુ આણા માણવા
મુમુક્ષુ બનવું…

લાખો ભવ ચૂકવી આવ્યો,
પુણ્યે ગુરુ નિશ્રા પાયો
દીર્ઘ યાત્રા લખ ચોરાશી,
પૂર્ણ કરવા હું અહીં આવ્યો

આત્મા ને ઓળખી મારે (2 વાર)
થાવું નિરાકાર રે.. મુમુક્ષુ બનવું..

ગુરુ મારા માતા પિતા,
ઘર ની યાદ કેમ સતાવે
ગુરુ તો છે મારુ સત્વ,
પુદ્દગલની પ્રિત તોડાવે

નબળો પડું હું જયારે… (2 વાર)
સમરું ગુરુ નામ રે.. મુમુક્ષુ બનવું..

પ્રતિદિન વહેલી પરોઢે,
સાધના ગુરુ થી યાચું
કલ્યાણકારી સાધના તે,
હોંશે હોંશે હું આરાધું

માષતુષ મુનિ જેવો… (2 વાર)
થાવું આણા પ્રેમી રે.. મુમુક્ષુ બનવું..

જયન્તકૃપા એવી ફળે,
રાજનગરે દીક્ષા મળે
પ્રભુ ગુરુ રૂપે મળે,
મોક્ષમાં મુજ આતમ ભળે

જિનાગમ પાન કરીને… (2 વાર)
કરવો આત્મોદ્ધાર રે.. મુમુક્ષુ બનવું..