(दीक्षा नामकरण प्रसंगे)


(राग : चिठ्ठी आई है)

 

चिठ्ठी खोलोने खोलोने चिठ्ठी खोलोने
करजो मंगल काम, देजो पावन नाम (२)
सूरिजी ! मुखथी बोलोने… चिठ्ठी खोलोने…

चिठ्ठी मां शुभ नाम लख्युं छे,
गुरुजी नुं फरमान लख्युं छे,
कोनुं अनुशासन छे मारे,
कोनी आणा सिर पर मारे,
संसारी बंधन तोडावे,
आतम दर्शन रोज करावे,
फोईबा केरुं नाम विसारुं,
गुरुमा ! तारुं नाम ज धारुं,
आवी घडीओ मंगलकारी,
आपो आशिष ‘ जय ‘ जयकारी…
चिठ्ठी खोलोने…

 

 

(દીક્ષા નામકરણ પ્રસંગે)


(રાગ : ચિઠ્ઠી આઈ હૈ)

 

ચિઠ્ઠી ખોલોને ખોલોને ચિઠ્ઠી ખોલોને
કરજો મંગલ કામ, દેજો પાવન નામ (૨)
સૂરિજી ! મુખથી બોલોને… ચિઠ્ઠી ખોલોને…

ચિઠ્ઠી માં શુભ નામ લખ્યું છે,
ગુરુજી નું ફરમાન લખ્યું છે,
કોનું અનુશાસન છે મારે,
કોની આણા સિર પર મારે,
સંસારી બંધન તોડાવે,
આતમ દર્શન રોજ કરાવે,
ફોઈબા કેરું નામ વિસારું,
ગુરુમા ! તારું નામ જ ધારું,
આવી ઘડીઓ મંગલકારી,
આપો આશિષ ‘ જય ‘ જયકારી…
ચિઠ્ઠી ખોલોને…