गावो गीत वधावो गुरू ने (हिंदी & गुजराती)

(रचना: पूज्य श्री ज्ञान विमल जी)

गावो गीत वधावो गुरू ने
मोतीडे चोक पुरावो…
चार-चार आंगण चतुर शु आव्या (२)
गावो गीत रसाली रे…
आज मारे दीवाली… अजवाळी

आज तो मारे धनतेरस ने
ते दिन रूडा सारा…
भरत चक्रवर्ती छ:खंड साध्या (२)
आव्या ते आयुधशाली रे…
आज मारे दीवाली… अजवाली

काले तो मारे काळी चौदस
ते दिन रूडा सारा…
पाप आलोइने पोषार रे कीधा (२)
कर्म ने मेल्या टाळी रे…
आज मारे दीवाली… अजवाली

अमास ने दिन पर्व दीवाळी
भरती झाक जमाली…
ज्ञान तणा दीवडिया झळके (२)
रात दिसे रढियाळी रे…
आज मारे दीवाली… अजवाली

अमास नेई पाछली राते
आठ कर्म क्षय कीधा…
श्री महावीर निर्वाणे पहोंच्या (२)
गौतम केवळज्ञानी रे…
आज मारे दीवाली… अजवाली

पडवे ने दिन झार पटोळा
ए दिन रूडा सारा…
गुरू गौतम ना चरण पखाळो (२)
रढवामो रढियाळी रे…
आज मारे दीवाली… अजवाली

बीज ने दिन, भाई बिजडी
बेनी ने अति व्हाली…
बेनिये तो बंधव नोतर्या (२)
जमवा सेव सुहाली रे…
आज मारे दीवाली… अजवाली

एवी दीवाळी कोणे रे कीधी
कोण संसार थी तरिया…
महावीर-स्वामी ना शिष्य गौतम स्वामी (२)
सुधर्मा-स्वामी अणगारी रे…
आज मारे दीवाली… अजवाली

ए पांच दिन तो होय पनोता
एवा-एवा रंग मा गाईये…
तारा बिण समझावी दीवाळी (२)
आणी भाव अपारी रे…
आज मारे दीवाली… अजवाली

गावो गीत वधावो गुरू ने
मोतीडे चोक पुरावो…
चार-चार आंगण चतुर शु आव्या (२)
गावो गीत रसाली रे
आज मारे दीवाली… अजवाली

 

(રચના: પૂજ્ય શ્રી જ્ઞાન વિમલ જી)

ગાવો ગીત વધાવો ગુરૂ ને
મોતીડે ચોક પુરાવો…
ચાર-ચાર આંગણ ચતુર શુ આવ્યા (૨)
ગાવો ગીત રસાલી રે…
આજ મારે દીવાલી… અજવાળી

આજ તો મારે ધનતેરસ ને
તે દિન રૂડા સારા…
ભરત ચક્રવર્તી છ:ખંડ સાધ્યા (૨)
આવ્યા તે આયુધશાલી રે…
આજ મારે દીવાલી… અજવાલી

કાલે તો મારે કાળી ચૌદસ
તે દિન રૂડા સારા…
પાપ આલોઇને પોષાર રે કીધા (૨)
કર્મ ને મેલ્યા ટાળી રે…
આજ મારે દીવાલી… અજવાલી

અમાસ ને દિન પર્વ દીવાળી
ભરતી ઝાક જમાલી…
જ્ઞાન તણા દીવડિયા ઝળકે (૨)
રાત દિસે રઢિયાળી રે…
આજ મારે દીવાલી… અજવાલી

અમાસ નેઈ પાછલી રાતે
આઠ કર્મ ક્ષય કીધા…
શ્રી મહાવીર નિર્વાણે પહોંચ્યા (૨)
ગૌતમ કેવળજ્ઞાની રે…
આજ મારે દીવાલી… અજવાલી

પડવે ને દિન ઝાર પટોળા
એ દિન રૂડા સારા…
ગુરૂ ગૌતમ ના ચરણ પખાળો (૨)
રઢવામો રઢિયાળી રે…
આજ મારે દીવાલી… અજવાલી

બીજ ને દિન, ભાઈ બિજડી
બેની ને અતિ વ્હાલી…
બેનિયે તો બંધવ નોતર્યા (૨)
જમવા સેવ સુહાલી રે…
આજ મારે દીવાલી… અજવાલી

એવી દીવાળી કોણે રે કીધી
કોણ સંસાર થી તરિયા…
મહાવીર-સ્વામી ના શિષ્ય ગૌતમ સ્વામી (૨)
સુધર્મા-સ્વામી અણગારી રે…
આજ મારે દીવાલી… અજવાલી

એ પાંચ દિન તો હોય પનોતા
એવા-એવા રંગ મા ગાઈયે…
તારા બિણ સમઝાવી દીવાળી (૨)
આણી ભાવ અપારી રે…
આજ મારે દીવાલી… અજવાલી

ગાવો ગીત વધાવો ગુરૂ ને
મોતીડે ચોક પુરાવો…
ચાર-ચાર આંગણ ચતુર શુ આવ્યા (૨)
ગાવો ગીત રસાલી રે
આજ મારે દીવાલી… અજવાલી